મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ધ્રાંગધ્રામાં પોન્ઝી સ્કીમમાં કરોડોની ઠગાઈ, ઊંચા વળતરની લાલચ આપીને લોકોને ઠગ્યા

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં નાણાકીય છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં શેરબજારમાં

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં નાણાકીય છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની મોટી લાલચ આપી હતી,  અનેક લોકોને ઠગીને 1.35 કરોડ રૂપિયાની  રકમ લેવામાં આવી હતી.

 મુખ્ય આરોપી પ્રશાંત વાઘેલાને ધ્રાંગધ્રા પોલીસે અટકાયત કરી

આ પોન્ઝી સ્કિમમાં લોકોને રોકાણ કરાવીને ઠગાઈ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી પ્રશાંત વાઘેલાને ધ્રાંગધ્રા પોલીસે અટકાયત કરી છે. આ કેસમાં વધુ તપાસ માટે DYSPની ટીમ કાર્યરત છે, અને છેતરપિંડીનો ભોગ બનનાર વધુને વધુ લોકો સામે આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોકોને ભોળવીને રૂપિયા ભરાવવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો