મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જાલી સાટાખત તોડકાંડમાં આરોપીઓના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં

ભાવનગરમાં જાલી સાટાખત કરી મોટી રકમ પડાવવાના તોડકાંડમાં બે આરોપીઓનો જેલ ટ્રાન્સફરથી પો

ભાવનગરમાં જાલી સાટાખત કરી મોટી રકમ પડાવવાના તોડકાંડમાં બે આરોપીઓનો જેલ ટ્રાન્સફરથી પોલીસે કબજો મેળવ્યો હતો. વરતેજની જમીનમાં તોડકાંડ આચરનાર આરોપીઓના અન્ય જમીન કૌભાંડમાં પણ કાવતરા બહાર આવ્યા હતા. જાલી દસ્તાવેજો અને કુલમુખત્યારનામું ઉભું કરી સરકારી કચેરીઓમાં વાંધા અરજી કરી તોડ કરતા હતા.

જેમાં મહાવીરસિંહ ઉર્ફ ગલકું, પદ્યુમ્નસિંહ ઉર્ફ પદુભા અને છત્રપાલસિંહ ઉર્ફ સતુભા સરવૈયા કેસમાં જેલની હવા ખાઈ રહ્યા હતા. મહાવીરસિંહના પુત્ર રવીરાજસિંહે શિવશક્તિ અને હેરાલ્ડ ગ્રુપ બિલ્ડરના ભાગીદારને જમીન ખાલી કરવા અને પતાવટ માટે ધમકી આપી હતી.

જેમાં સુરતના બિલ્ડર વિજય કાસોદીયા એ બાપ દીકરા અને સતુભા સરવૈયા સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં નિલમબાગ પોલીસે જેલમાં રહેલા બંને શખ્સનો કબજો મેળવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં.

આ સમાચાર શેર કરો