મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હળવદ રાણેકપર રોડના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, લોકો અને વાહનચાલકોને હાલાકી

મોરબી જીલ્લાના હળવદ-રાણેકપર રોડના નિર્માણ કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્થાનિક લોકો

મોરબી જીલ્લાના  હળવદ-રાણેકપર રોડના નિર્માણ કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્થાનિક લોકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયવર્ઝનની વ્યવસ્થા વિના આખો રોડ ખોદી નાખવામાં આવતાં અનેક વાહનો ખાડામાં ખાબક્યા છે. સોસાયટીના રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આવવા-જવામાં તકલીફ પડે છે. કોન્ટ્રાક્ટરની આ બેજવાબદારીભરી કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકો યોગ્ય આયોજન અને વૈકલ્પિક માર્ગની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો