"ગુજરાત વહીવટી તંત્રમાં મોટો સપાટો: 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી, જુઓ નવું લિસ્ટ!"

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને કામગીરીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા 17 ઓક્ટોબરના રોજ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 (GDS Class-2) સંવર્ગના 6 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે.
સરકારના આદેશ અનુસાર, સંબંધિત તમામ અધિકારીઓને પોતાની વર્તમાન ફરજ પરથી મુક્ત થઈ તાત્કાલિક નવી સોંપાયેલી જગ્યાઓ પર હાજર થઈ ચાર્જ સંભાળવા માટે સૂચના આપવામાં આવી છે. તહેવારો ટાણે જ પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવેલી આ બદલીઓને પગલે વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.




