"ગુજરાતના 75 હજાર બેંક કર્મચારીઓ મેદાને! આવતીકાલે મોટું વિરોધ પ્રદર્શન, કરોડોની લેવડદેવડ જોખમમાં"
આવતીકાલે 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના બેંક કર્મ

આવતીકાલે 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના બેંક કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. '5 ડે બેંકિંગ' (અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ) લાગુ કરવાની મુખ્ય માંગણી અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે બેંક યુનિયનો દ્વારા આ હડતાળનું હથીયાર ઉગામ્યું છે.
આવતીકાલે બેંકોની દેશવ્યાપી હડતાળ
આ પ્રશ્ને કેન્દ્રીય લેબર કમિશનર સાથે બે રાઉન્ડની વાટાઘાટો અને બેઠકો યોજાઈ હોવા છતાં કોઈ સાનુકૂળ ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ હડતાળ પર જવાનો આખરી નિર્ણય લીધો છે. આમ, શુક્રવારે(11 સપ્ટેમ્બર) બેંકની દેશવ્યાપી હડતાળ છે અને પછી શનિ-રવિની રજા હોવાની બેંક ત્રણ દિવસ બંધ રહેશે.
'5 ડે વર્કિંગ'ની માગ સાથે ગુજરાતના 75 હજાર કર્મચારીઓ જોડાશે
આ દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના આશરે 75 હજાર જેટલા બેંક કર્મચારીઓ જોડાશે, જેના કારણે રાજ્યમાં અંદાજે ₹15 હજાર કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે. આંદોલનના ભાગરૂપે આવતીકાલે 11 સપ્ટેમ્બરે સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા દરમિયાન તમામ બેંક કર્મચારીઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ખાતે એકત્રિત થશે અને વિરોધ પ્રદર્શન યોજી પોતાના હક અને માંગણીઓ બુલંદ કરશે.








