VIDEO: કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આણંદમાં બે દિવસ સુધી કરશે ભ્રમણ, વિવિધ મુદ્દે સરકારને ઘેરશે
ગુજરાતના આણંદ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આગમન થયું હતું. બે દિવસ સુધી જન

ગુજરાતના આણંદ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આગમન થયું હતું. બે દિવસ સુધી જન આક્રોશ યાત્રા આણંદ જિલ્લામાં ભ્રમણ કરશે, ફાગવેલથી નીકળેવી જન આક્રોશ યાત્રા આણંદ પહોંચી હતી.
કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી,દારૂ ડ્રગ્સ , ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરી
આ જન યાત્રામાં કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી,દારૂ ડ્રગ્સ , ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. મળતદા અહેવાલ પ્રમાણે ભાજપ સરકાર સામે કોંગ્રેસના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે. કોંગ્રેસ ગુજરાત સરકાર પર સતત ઘેરી રહી છે. અરવલ્લી મામેલ પણ કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે.
રાજ્યમાંથી ડ્રગ્સ અને દારૂ મામલે સરકારને ઘેરી
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાંથી ડ્રગ્સ અને દારૂ સતત ઝડપાઈ રહ્યું છે, તો આ મામલે સરકારને વિપક્ષનો સામનો કરવો પડી રહ્યો છે.











