VIDEO: કેમિસ્ટોનું હલ્લાબોલ વિરોધ પ્રદર્શન, ઓનલાઈન ઈ-ફાર્મસીના દૂષણને બંધ કરવા માંગ
ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહ્વા
ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહ્વાન પર ભરૂચના કેમિસ્ટોએ એક દિવસીય સજ્જડ હડતાળ પાડીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહની આગેવાનીમાં વેપારીઓએ બેનરો સાથે દેખાવો યોજી ઓનલાઈન ઈ-ફાર્મસીના દૂષણને બંધ કરવા માંગ બુલંદ કરી હતી.
પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે મોટી કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપી નાના વેપારીઓની રોજીરોટી છીનવી રહી છે, તેમજ પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી, નકલી કે એક્સપાયરી નજીકની દવાઓ ઓનલાઈન હોમ ડિલિવરી થતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. જોકે, રાહતની વાત એ રહી કે માનવતાના ધોરણે ઇમરજન્સી સેવાઓ અને હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ ચાલુ રખાતા દર્દીઓને કોઈ મોટી મુશ્કેલી પડી નહોતી.


