મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ અંકલેશ્વર પાલિકાનો પ્રિ-મોન્સૂન સર્વે: જર્જરિત મિલકતો સામે લેવાશે કડક પગલાં

અંકલેશ્વર નગરપાલિકાએ ચોમાસા પહેલાં શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે શરૂ કર્યો છે.

અંકલેશ્વર નગરપાલિકાએ ચોમાસા પહેલાં શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે શરૂ કર્યો છે. શહેરના મુલ્લાવાડ, હનુમાન ફળિયા સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમો દ્વારા જર્જરિત મકાનોની તપાસ કરવામાં આવી રહી છે. સર્વે કાર્ય પૂરું થયા બાદ જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવીને મકાનો ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવશે. નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી વરસાદમાં કોઈ અકસ્માત ન બને. સર્વેમાં જે મકાનો ખતરનાક જણાશે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો