VIDEO: ભાવનગર SBI બેન્ક બહાર 75 લાખ રૂપિયાની લૂંટના CCTV આવ્યા સામે, લૂંટી મચાવીને 3 શખ્સો ફરાર
ભાવનગરના ચિત્રા એસબીઆઈ બેન્ક બહાર 75 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી વીડિયો સામે આવ્ય
ભાવનગરના ચિત્રા એસબીઆઈ બેન્ક બહાર 75 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા.સીસીટીવીમાં જોઈ શકાય છે કે રોડ વચ્ચે એકટીવા ચાલક અને બાઈક ચાલક દ્વારા રૂપિયા ભરેલા બેગના થેલાની લૂંટ ચલાવવામાં આવી રહી છે.
ભાવનગર એસ.પી, એલસીબી, એસઓજી સહિતની પોલીસી ટીમો થઈ દોડતી
ઘટનાને પગલે ભાવનગર એસ.પી, એલસીબી, એસઓજી સહિતની પોલીસી ટીમો દ્વારા આરોપીઓની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે એસપીએ જણાવ્યું કે એપીએમસીના વેપારીના રૂપિયા લેવા માટે તેમના બે માણસો ચિત્રા એસબીઆઇ બેન્ક પર આવ્યા હતા.
ફરિયાદી પણ શંકાના દાયરામાં
તે સમયે તેમની પાસેથી ત્રણ ઈસમોએ લૂંટ કરી હોવાની જાણકારી આપી છે. વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી પોતે પણ શંકાના દાયરામાં છે. ફરિયાદીની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. બનાવ સંદર્ભે પોલીસે સી.સી.ટી.વીની મદદથી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે.






