VIDEO: વિસરવાડી હાઈવે પર કારને નડ્યો અકસ્માત, દુર્ઘટનામાં 2 શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
તાપી નજીક મહારાષ્ટ્રના વિસરવાડી હાઈવે પર ભયાનક અકસ્માતની દુર્ઘટન

તાપી નજીક મહારાષ્ટ્રના વિસરવાડી હાઈવે પર ભયાનક અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. ગુજરાત પાર્સિંગની સ્વિફ્ટ કારના ભીષણ અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પૂરઝડપે જતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
કાર ત્રણથી ચાર વાર પલટી મારી ગઈ
તો બીજી તરફ કાર પરથી સ્ટેરિંગ ગુમાવતા કાર ત્રણથી ચાર વાર પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારના ફૂરચે ફૂરચા ઉડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે કારમાંથી દારૂના બોક્સ મળી આવતા દારૂની હેરફેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો.







