VIDEO: કચ્છ, જામનગર અને બનાસકાંઠાના 12 ગામમાં કરાયું હતું બ્લેક આઉટ
ઓપરેશન સિદુંર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બુધવારે મોડી રાત
ઓપરેશન સિદુંર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બુધવારે મોડી રાત્રે કાશ્મીર,પંજાબ અને રાજસ્થાન પર પાકિસ્તાને ડ્રોન એટેક જ નહીં, પણ મિસાઇલો છોડી હતી. આ જોતાં કેન્દ્ર સરકારે આદેશ કરતાં મોડી રાત્રે કચ્છમાં બ્લેકઆઉટ કરાયુ હતુ.
કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ
એટલુ જ નહીં, જ્યાં સુધી નવા આદેશ ન આવે ત્યાં સુધી રોજ કચ્છમાં રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે. યુદ્ધની સ્થિતિને જોતાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના 12 ગામ અને વાવ તાલુકાના 12 ગામમાં પણ બ્લેકઆઉટ કરાયું છે.
જામનગરમાં મધરાત્રે બ્લેક આઉટ કરાયું
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી જોતા જામનગરમાં 4:30 થી 5:30 દરમિયાન એક કલાકનું બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. કોઈ ચિંતાજનક સ્થિતિ ન જણાતાં બ્લેકઆઉટ હટાવી દેવાયું હતું.






