મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ડાંગ જિલ્લા ભાજપમાં ભડકો, પૂર્વ પટ્ટીના કદાવર નેતાઓ સહિત 22 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VIDEO: ડાંગ જિલ્લામાં આવેલા પૂર્વ પટ્ટી વિસ્તારના કદાવર ન

સોર્સ: GSTV

VIDEO: ડાંગ જિલ્લામાં આવેલા પૂર્વ પટ્ટી વિસ્તારના કદાવર નેતાઓ આજે ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસનો પંજો પકડી લીધો હતો. આ તમામ કાર્યકરો અને નેતાઓ ગાંધીનગર જઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.ડાંગ જિલ્લામાં ભાજપમાં ગાબડું પાડવા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત્તે અહમ ભૂમિકા ભજવતાં ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

  આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પહેલા જ ભાજપના ગઢમાં કાંગરા ખેરવી મોટી સંખ્યામાં નેતાઓ સહિત કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રસનો હાથ પકડતા રાજકીય માહોલ ગરમાયુ છે. ડાંગ જિલ્લામાંથી તાલુકા જિલ્લા પંચાયતના નેતાઓ સહિત 22 કાર્યકર્તાઓ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર જઈ કોંગ્રેસ જોડાયા હતા. 

આ સમાચાર શેર કરો