મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચોટીલામાં રહેણાંક મકાન પર હુમલો, ઘરમાં રહેલી મહીલાઓ અને બાળકો રુમમાં પુરાઇ રહ્યા 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઘાચીવાડ વિસ્તારમાં જૂના મનદુઃખને

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઘાચીવાડ વિસ્તારમાં જૂના મનદુઃખને કારણે એક રહેણાંક ઘર પર 5-6 વ્યક્તિઓના ટોળાએ હુમલો કર્યો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હુમલાખોરો બાઇક પર આવીને મકાનના બારી બારણામાં તોડફોડ કરે છે. ઘરમાં રહેલી મહિલાઓ અને બાળકો ડરથી રૂમમાં પૂરાઈ રહે છે. 

હુમલાખોરો બાઇક દ્વારા આવ્યા હતા. ઘરની બહાર રહેલી એકટીવામાં પણ તોડફોડ કરી હતી. ઘરના મુખ્ય દરવાજા પર લાઠીઓથી હુમલો કર્યો. માહિતી અનુસાર, આ હુમલો એક જ સમાજના બે જૂથો વચ્ચેના જૂના વિવાદને કારણે થયો છે.  વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરો દરવાજા તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે, જેનાથી ઘરવાળા ડરી ગયા.

ચોટીલા પોલીસને ફરિયાદ મળ્યા પછી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પોલીસે હુમલાખોરોની ઓળખ અને પકડપકડી માટે ટીમો ગોઠવી છે. ધોળાદિવસે જાહેરમાં આવી ઘટના બનવાથી જાણે કે – "અસમાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી?"

આ સમાચાર શેર કરો