મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ પર ગર્ભવતી મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સુરેન

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે.  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળીયા ગામે થયેલી એક રેડ દરમિયાન પ્રાંત અધિકારી અને તેમની ટીમ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.મજૂરોનો આરોપ છે કે રેડ દરમ્યાન તેમને લાઠીથી મારવામાં આવ્યો હતો... ગર્ભવતી મહિલાઓને પણ લાતો મારી હોવાનો આરોપ છે.

ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી

ઘટના એટલી ગંભીર હતી કે એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી છે.ઘટના સ્થળે કાર્બોસેલની ખાણોમાં કામ કરતા મજૂરો કહે છે કે, કોઈ નોટિસ વગર 38થી વધુ મજૂરોને બહાર કાઢી દેવામાં આવ્યા.  ગર્ભવતી મહિલાએ આરોપ લગાવ્યો કે અમને માર મારવામાં આવ્યો છે.

નોટિસ વગર 38થી વધુ મજૂરોને બહાર કાઢી દેવામાં આવ્યા

પ્રાંત અધિકારી અને તેમની ટીમ પર ઢોર માર મારવાનો આરોપ લગાવામાં આવ્યો છે. નળા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો.ઘટનાને પગલે મજૂરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે ફરિયાદ કરતા કહ્યું કે, ચોટીલા પ્રાંત અધિકારીની દાદાગીરી હવે સહન નથી થઈ શકતી.

આ સમાચાર શેર કરો