VIDEO: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ, સેનાના અધિકારીઓ સાથે સરહદી સુરક્ષા પર ચર્ચા
ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ અત્યંત વણસી રહી છે, ત્યારે આ વચ્ચે મુખ્
ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ અત્યંત વણસી રહી છે, ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ARMY, BSF, COAST GUARD, NAVYના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓ સાથે સીમા પર સુરક્ષાની વ્યવસ્થા અંગે મંથન કર્યું હતું. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈપણ પ્રકારના ખાસ નિર્ણય લેવામાં આવશે તો તે અંગે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે કામગીરી કરવામાં આવી તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ અને સતર્કતા સંદર્ભે ચર્ચા કરી હતી. જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા એસપી સાથે સમીક્ષા કરી હતી, જેમાં રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટર એસપીને પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા
મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓ સાથે સીમા પર સુરક્ષાની વ્યવસ્થા અંગે મંથન કર્યું હતું. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈપણ પ્રકારના ખાસ નિર્ણય લેવામાં આવશે તો તે અંગે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે કામગીરી કરવામાં આવી તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.






