મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ahmedabad Flower Show, અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, ફ્લાવર શોની મુદત લંબાઈ, જાણો હવે કઈ તારીખ સુધી માણી શકાશે 

VIDEO

તસવીર: GSTV

VIDEO: અમદાવાદ શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત 'અમદાવાદ ફ્લાવર શો 2026'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરીજનોના ભારે ઉત્સાહ અને પ્રચંડ ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફ્લાવર શોની મુદત વધુ એક અઠવાડિયું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે 29 જાન્યુઆરી સુધી માણી શકાશે નજારો

અગાઉના આયોજન મુજબ, આ ફ્લાવર શો 1 જાન્યુઆરીથી શરૂ થઈને 22 જાન્યુઆરી સુધી ચાલવાનો હતો. પરંતુ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારો દરમિયાન જે પ્રકારે લોકોનો ધસારો જોવા મળ્યો, તે જોતા તંત્રએ આ મુદત હવે 29 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે. એટલે કે, હવે અમદાવાદીઓ વધુ 7 દિવસ સુધી આ રંગબેરંગી ફૂલોની દુનિયાની મુલાકાત લઈ શકશે.

ઉત્તરાયણમાં રેકોર્ડબ્રેક ભીડ અને કરોડોની આવક

આ વર્ષે ફ્લાવર શોએ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસમાં 60 હજારથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ આકર્ષણને કારણે AMCની તિજોરીમાં અત્યાર સુધી 5 કરોડ રૂપિયાથી વધુની આવક જમા થઈ ચૂકી છે. લોકોમાં વધી રહેલા ક્રેઝને જોઈને વહીવટી તંત્રએ આ આયોજન લંબાવવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકો હજુ સુધી મુલાકાત નથી લઈ શક્યા તેઓ પણ આ નજારો જોઈ શકે.

આ સમાચાર શેર કરો