Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold-Silver Rate: Silver has risen sharply but gold has become cheaper, know today's latest price in cities including Ahmedabad

Gold-Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી પણ સોનું થયું સસ્તું, જાણો અમદાવાદ સહિતના શહેરોમાં આજનો લેટેસ્ટ ભાવ

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Gold-Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી પણ સોનું થયું સસ્તું, જાણો અમદાવાદ સહિતના શહેરોમાં આજનો લેટેસ્ટ ભાવ
સોર્સ : GSTV

Gold-Silver Price Today : આજે 16 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમતમાં સતત ચોથા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ચાંદીની કિંમતમાં રૂપિયા 5,208નો વધારો થતા તે રૂપિયા 2,82,720 પ્રતિ કિલોના ઓલ-ટાઈમ હાઇ લેવલ પર પહોંચી ગઈ છે. અગાઉ 14 જાન્યુઆરીએ ચાંદીની કિંમત રૂપિયા 2,77,512 હતી. નોંધનીય છે કે માત્ર ચાર દિવસમાં ચાંદી રૂપિયા 40,000 જેટલી મોંઘી થઈ છે.

App Store

સોનાની કિંમતમાં ત્રણ દિવસની તેજી બાદ વિરામ
બીજી તરફ, સોનાની કિંમતમાં સતત ત્રણ દિવસની તેજી પછી આજે ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ) આજે ₹298 ઘટીને રૂપિયા 1,41,717 પર ખુલ્યો હતો. અગાઉ 14 જાન્યુઆરીએ સોનાએ રૂપિયા 1,42,015નો સર્વોચ્ચ (All-time high) સ્તર બનાવ્યો હતો.

શહેરો અને બેંકોમાં રેટ અલગ કેમ હોય છે?
IBJA દ્વારા જાહેર કરવામાં આવતા ભાવમાં ૩ટકા GST, મેકિંગ ચાર્જ કે જ્વેલર્સના પ્રોફિટ માર્જિનનો સમાવેશ હોતો નથી, તેથી અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોઈ શકે છે. જોકે, IBJAના રેટ્સનો ઉપયોગ RBI દ્વારા 'સોવરેન ગોલ્ડ બોન્ડ' (SGB)ની કિંમત નક્કી કરવા માટે થાય છે. આ ઉપરાંત, અનેક બેંકો ગોલ્ડ લોન આપતી વખતે પણ આ કિંમતોને જ આધાર માને છે.

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ ગત વર્ષ 2025 કિંમતી ધાતુઓ માટે ઐતિહાસિક રહ્યું છે:

સોનું: 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂપિયા 57,033 વધીને રૂપિયા 1,33,195 પર પહોંચ્યો હતો.

ચાંદી: આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂપિયા 1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂપિયા 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂપિયા 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી.