Alert: રૂપિયામાં એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો: જાણો ડોલર સામે રૂપિયો તૂટવાથી તમારા ખિસ્સા પર શું અસર થશે?

Alert: ભારતીય રૂપિયો ડોલર સામે સતત તૂટી રહ્યો છે. તાજેતરમાં રૂપિયામાં એક જ દિવસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 50 પૈસા તૂટીને 90.84 (કામચલાઉ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ સાથે જ રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે.
ઘટાડા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર
• આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની વધતી કિંમતો.
• વિદેશી રોકાણકારો (FII) દ્વારા ભારતીય બજારમાંથી સતત મૂડી પાછી ખેંચવી.
આજની બજારની સ્થિતિ
ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 90.37 પર ખુલ્યો હતો, જે ટ્રેડિંગ દરમિયાન 90.89 ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આખરે તે બુધવારના બંધ ભાવ 90.34 ની સરખામણીએ 50 પૈસાના ઘટાડા સાથે 90.84 પર બંધ થયો હતો.
નિષ્ણાતોનો શું છે મત?
બજારના નિષ્ણાતોના મતે, મજબૂત ડોલર અને ભૌગોલિક તણાવને કારણે રૂપિયા પર હજુ પણ દબાણ રહી શકે છે. આગામી દિવસોમાં રૂપિયો ડોલર સામે 90.50 થી 91.25 ની રેન્જ

