મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: "ઠંડી જશે અને ગરમી વધશે!'' આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઉછાળો, જાણો તમારા શહેરની સ્થિતિ

VIDEO: ગુજરા

તસવીર: GSTV

VIDEO: ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ ધામધૂમથી પૂર્ણ થયા બાદ હવે ઠંડીમાં પણ બદલાવ આવશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીના જોરમાં ભારે ઘટાડો જોવા મળશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારો પૂર્ણ થયા બાદ હવે રાજ્યમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. પવનની બદલાયેલી આ દિશાને કારણે લઘુતમ તાપમાનમાં વધારો નોંધાશે.

આગામી 24 કલાકમાં તાપમાનમાં વધારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 2થી 3 ડિગ્રી જેટલું વધી શકે છે. પવનની ગતિને કારણે હાલમાં જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તે પવનની દિશા સ્થિર થતાની સાથે જ ઓછો થઈ જશે. ખાસ કરીને વહેલી સવારે જે ઠંડી અનુભવાય છે તેમાં પણ ઘટાડો થશે.

નલિયામાં હજુ પણ ઠંડીનો પ્રભાવ 
જોકે, સમગ્ર ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે આજે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પરંતુ, આગામી દિવસોમાં અહીં પણ તાપમાનનો પારો ઊંચે જવાની શક્યતા છે.

7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે 
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. હાલમાં વરસાદની કે માવઠાની કોઈ જ શક્યતા નથી. આકાશ સાફ રહેવાને કારણે બપોરના સમયે સૂર્યપ્રકાશની તીવ્રતા પણ વધશે, જેનાથી ગરમીનો અનુભવ થઈ શકે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બાદ પવન બદલાઈ જતા ઠંડીમાં થશે ભારે ઘટાડો.

આ સમાચાર શેર કરો