મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જનગણના-૨૦૨૭ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટરે પોર્ટલ પર વિગતો ભરી પ્રક્રિયા કરી શરૂ

અમદાવાદ: જનગણના-૨૦૨૭ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટ

અમદાવાદ: જનગણના-૨૦૨૭ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ ઓનલાઈન સ્વ-ગણતરી પોર્ટલ પર પોતાની વિગતો ભરીને પ્રક્રિયાની શરૂઆત કરી છે. તેમણે શહેર-જિલ્લાના તમામ નાગરિકોને આગામી ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં વેબસાઈટ પર જઈને વિગતો ભરવા અનુરોધ કર્યો છે. કલેક્ટરે જણાવ્યું કે આ વિકાસની જનગણના છે અને દરેક નાગરિકની સચોટ માહિતી રાષ્ટ્રીય આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જનગણના સંપૂર્ણ ડિજિટલ છે. ૧ થી ૩૦ જૂન દરમિયાન ગણતરીદારો ઘરેઘરે આવશે, ત્યારે નાગરિકોએ યોગ્ય વિગતો આપવી જરૂરી છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સર્વે ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો