VIDEO: અમદાવાદના વિસલપુરમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, અધિકારીઓ અને ભૂમાફિયાઓ વચ્ચે મિલીભગતનો ગંભીર આરોપ
અમદાવાદના વિસલપુર વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં અનધિકૃત રેતી ખનનનું કૌભાંડ સા
અમદાવાદના વિસલપુર વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં અનધિકૃત રેતી ખનનનું કૌભાંડ સામે આવ્યું છે. લીઝધારકો અને માફિયાઓ 25થી 30 ફૂટ ઊંડું ખનન કરી રેતીની ચોરી કરી રહ્યા છે. ખેડૂતોના ઉભા પાકનો નાશ કરવા સાથે હજારો ડમ્પરો દિવસ-રાત ઓવરલોડ રેતી વેચાણ કરી રહ્યા છે.
ખેડૂતોએ પોલીસ, ખાણ ખનીજ વિભાગ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. વિરોધમાં ખેડૂતોને ખોટા કેસમાં ફસાવવાના આક્ષેપ છે. સામાજિક કાર્યકર હરેશભાઈ દેસાઈએ અધિકારીઓ અને ભૂમાફિયાઓ વચ્ચે મિલીભગતના ગંભીર આરોપ લગાવ્યા છે.




