મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO/ મહીસાગર : 50 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીને 14 વર્ષની સખત કેદની સજા

મહીસાગર જિલ્લા ન્યાયાલયે ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા એક આરોપીને સજા ફટક

મહીસાગર જિલ્લા ન્યાયાલયે ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા એક આરોપીને સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૨માં કોઠંબા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અન્સારી નામના શખ્સના પીકઅપ ડાલામાંથી અંદાજે ૫૦ લાખની કિંમતનું એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ ગંભીર ગુના બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી મહીસાગર જિલ્લા કોર્ટે આરોપીને ૧૪ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ સમાચાર શેર કરો