મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અંબાજીમાં મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં આસો સુદ આઠમના દિવસે નવરાત્રી પર્વની ઉત્સાહપૂવર્ક તૈયા

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં આસો સુદ આઠમના દિવસે નવરાત્રી પર્વની ઉત્સાહપૂવર્ક તૈયારીઓ કરવામાં  આવી છે. સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, જેમાં ગર્ભગૃહ અને ઝવેરામાં બે આરતી યોજાઈ હતી. આસો સુદ બીજથી આઠમ સુધી દરરોજ આ બે આરતી થાય છે.

મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું 

મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું અને ભક્તો લાંબી લાઈનમાં દર્શન માટે ઉભેલા જોવા મળ્યા હતા,  તો બીજી તરફ  દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે પણ વહેલી સવારે મંગળા આરતીમાં હાજરી આપી અને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી.

આ સમાચાર શેર કરો