મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવા બનતા મકાનની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ભેંસ, પછી જુઓ શું થયું

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં એક ભેંસ નવા બનતા મકાનની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ભારે જ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં એક ભેંસ નવા બનતા મકાનની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ભારે જહેમત કર્યા બાદ તેને બહાર નિકાળાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વેરાવળનાં ભાલકા-ભાલપરા વિસ્તારમાં આવેલી એકતા નગર સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન નવા બનતા મકાનના ભોય તળિયે પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલુ હતી. જોકે આ ટાંકીનો ઉપરનો ભાગ ખુલ્લો હોવાથી મોડી રાત્રે એક ભેંસ તેમાં પડી જતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

આ પણ વાંચો : જુનાગઢ બાદ હવે 450 વર્ષ જુના આ મઠના નવા ઉત્તરાધિકારી માટે સાધુઓ વચ્ચે ખેંચતાણ શરુ

ત્યારબાદ ગૌશાળાના સેવકોને બોલાવવામાં આવ્યા અને તેમના અને આસપાસના રહેવાસીઓના દ્વારા અનેકો પ્રયાસ કરવા છતાં પણ ભેંસ બહાર ન નીકળી. છેવટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી પરંતુ તેમનાથી પણ બનતી કોશિશ કરવા છતાં ભેંસ બહાર ન નીકળતા આખરે ક્રેનને બોલાવવામાં આવી અને આખરે ક્રેનની મદદથી ભેંસને સહી સલામત બહાર નીકળવામાં આવી. અંતે ભેંસ બહાર નિકળતા સૌ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો