મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO:મહેસાણા જિલ્લાના વસાઈ ગામના સરંપચ પર 4 શખ્સોએ કર્યો હુમલો

મહેસાણા જિલ્લાના વસાઈ ગામમાં ગ્રામ પંચાયત કચેરીએ ભારે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ, જ્યાં પ્લોટ

મહેસાણા જિલ્લાના વસાઈ ગામમાં ગ્રામ પંચાયત કચેરીએ ભારે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ, જ્યાં પ્લોટ ફાળવણીના વિવાદને લઈ સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં સરપંચને ઈજા પહોંચાડવામાં આવી અને કચેરીની સંપત્તિને પણ નુકસાન પહોંચડ્યું હતું.

સરપંચ પર 4 શખ્સોએ કર્યો હતો હુમલો

મળતી માહિતી મુજબ, સરપંચ ભરતભાઈ જેઠાભાઈ શિવરામદાસ પર ચાર વ્યક્તિઓએ મળીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પંચાયતના ટેબલ અને ખુરશી તોડી પાડીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું. એટલું જ નહીં, સરપંચના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની રૂદ્રાક્ષની માળા પણ લૂંટી લેવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાની નોંધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લેવાઈ છે, જ્યાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હુમલાખોરોએ સરપંચને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો