મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ભરૂચના જંબુસરમાં વહેલી સવારે DGVCLની 35 ટીમોના દરોડા, વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો

ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે ભરૂચ જિલ્લા

ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે  ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારેDGVCLની વિજિલન્સ ટીમોએ દરોડા પાડ્યા હતા. તો બીજી તરફ વિજિલન્સ ટીમો અચનાક  ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં નગરજનો નીંદર માણી રહ્યા હતા, ત્યાં જ 35 જેટલી વિજિલન્સ ટીમોના કાફલાએ શહેરને ઘમરોળવાનું શરૂ કરી દીધું હતું.

વીજ કંપનીએ વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું 

એકસાથે આટલી મોટી સંખ્યામાં ટીમો ઉતારીને વીજ કંપનીએ વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અચાનક શરૂ થયેલા આ મેગા સર્ચ ઓપરેશનને કારણે ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા તત્વોમાં દોડધામ મચી ગઈ છે. હાલ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

આ સમાચાર શેર કરો