મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના રસ્તા પર એક સાથે જોવા મળ્યા એક-બે નહીં પણ 12 સિંહ

સૌરાષ્ટ્ર-અમરેલી પંથકમાં અવાર-નવાર સિંહો આવી ચડતા હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર આના સીસી

સૌરાષ્ટ્ર-અમરેલી પંથકમાં અવાર-નવાર સિંહો આવી ચડતા હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર આના સીસીટીવી ફૂટેજ અને વીડિયો વાયરલ થતા હોય છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર એકાદ-બે સિંહો શિકારની શોધમાં આવી ચડતા હોય છે, ક્યારે સ્થાનિકો પર હુમલાના કિસ્સા પણ સામે આવે છે.

 એક સાથે 12 સાવજોનું ટોળું શિકારની શોધમાં બહાર આવ્યા

હાલમાં અમરેલી-રાજુલાના કોવાયા ગામમાં એક સાથે 12 સાવજોનું ટોળું શિકારની શોધમાં બહાર આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સિંહ, સિંહણ અને સિંહબાળ સહિતનો આખો પરિવાર શિકારની શોધમાં અચાનક રોડ પર જોવા મળતાં ત્યાંથી પસાર થતાં રાહદારીએ મોબાઇલમાં વીડિયો ઉતારી લેતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

એશિયાટિક સિંહો ગુજરાતની આન, બાન અને શાન 

એશિયાટિક સિંહો ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સિંહો હવે જંગલમાંથી શહેરી અને ગ્રામીણ વિસ્તારો તરફ વળ્યા છે, અનેકવાર લોકોના ઘર સુધી પણ પહોંચી ગયા છે અને લોકો પર હુમલા કર્યાના બનાવો પણ સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો