મુંબઈ-અમદાવાદ હાઈવે પર 15 હજાર આંદોલનકારીઓનો હલ્લાબોલ; લોંગ માર્ચને પગલે ટ્રાફિક ડાયવર્ટ, ભારે વાહનો પર પ્રતિબંધ
જળ, જંગલ અને જમીન બચાવવા માટે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત 'પગપાળા લોંગ માર્ચ'ને કારણે મુંબ
જળ, જંગલ અને જમીન બચાવવા માટે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત 'પગપાળા લોંગ માર્ચ'ને કારણે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે (NH-48) પર આગામી બે દિવસ સુધી ટ્રાફિકની મોટી અસર જોવા મળી શકે તેમ છે. મહારાષ્ટ્રના ચારોંટી નાકા પાસે મોટી સંખ્યામાં આંદોલનકારીઓ એકઠા થઈ રહ્યા છે, જેને પગલે પ્રશાસને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે કડક આયોજન કર્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સિસ્ટ) અને સંલગ્ન સંગઠનો દ્વારા આ લોંગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આંદોલન મુખ્યત્વે આદિવાસીઓના હકો, જંગલની જમીન અને પાણી બચાવવા માટે સરકાર સામે અવાજ ઉઠાવવા માટે કરવામાં આવી રહ્યું છે. અંદાજ મુજબ, આ માર્ચમાં 10 થી 15 હજાર જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે. જેને જોતા મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા મુંબઈ અમદાવાદ ના રૂટો ડાયવર્ટ કર્યા છે ભારે વાહનો પર રાત્રે દસ વાગ્યા સુધી પ્રતિબંધ મૂક્યો છે. અતિઆવશ્યક સેવાઓ અને નાના વાહનો માટે માર્ગ ખુલ્લો રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.








