મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મોડાસામાં પશુપાલક મહિલાઓનો અનોખો વિરોધ, ભાવફેરમાં ૨૫ ટકા નફાની કરાઇ માગણી

સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધ વચ્ચે મોડાસાના મેઢાસણમાં પણ પશુપાલકોએ અનોખી

સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધ વચ્ચે મોડાસાના મેઢાસણમાં પણ પશુપાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. નનામી કાઢીને મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યકત કર્યો છે. સાબર ડેરી પાસેથી ભાવફેરમાં ૨૫ ટકા નફાની માગણી સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. 

સતત આઠમા દિવસે સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત્ છે. મોડાસા વિભાગની મોટાભાગની દૂધ મંડળીઓ હજુ પણ બંધ હાલતમાં છે, ત્યારે મોડાસાના મેઢાસણમાં પણ પશુપાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. પશુપાલક મહિલાઓએ નનામી કાઢી સાબર ડેરી સામે આક્રોશ વ્યકત કર્યો છે. સાબર ડેરી પાસેથી ભાવફેરમાં ૨૫ ટકા નફાની માગણી સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો