VIDEO: અમરેલીના મોરજર ગામે અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતા બે ગંભીર ઇજાગ્રસ્ત.
અમરેલી ધારી રોડ પર આવેલા મોરજર ગામ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર

અમરેલી ધારી રોડ પર આવેલા મોરજર ગામ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી.. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં એકની હાલત ગંભીર છે. અકસ્માત સર્જીને વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર ઘટના અંગે ચલાલા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.




