VIDEO: અમરેલીના ચિતલને વંદે ભારતનો કાયમી સ્ટોપ
અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરીયાની લોકસભામાં કરેલી રજૂઆત સફળ રહી છે. સાંસદે વંદે ભારત ટ્રેનને અમરેલીન

અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરીયાની લોકસભામાં કરેલી રજૂઆત સફળ રહી છે. સાંસદે વંદે ભારત ટ્રેનને અમરેલીના ચિતલ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગણી કરી હતી. હવે 17 ઓગસ્ટથી શરૂ થનારી વેરાવળ-અમદાવાદ વંદે ભારત ટ્રેનનો ચિતલ રેલવે સ્ટેશન પર કાયમી સ્ટોપ રહેશે. આ સ્ટોપ મળતા અમરેલી અને આસપાસના લોકોને અમદાવાદ તથા વેરાવળ તરફની ઝડપી રેલવે કનેક્ટિવિટીનો મોટો લાભ મળશે. ચિતલને વંદે ભારતનો સ્ટોપ મળતા સાંસદ ભરત સુતરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.




