VIDEO: અમરેલીના રાજુલામાં નકલી ડોક્ટર ઝડપાયો, ૨૭ હજારની દવાઓ જપ્ત
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જુની કાતર ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. એસ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જુની કાતર ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. એસઓજી ટીમે રેડ પાડીને સંજય મોર નામના નકલી ડોક્ટરને દબોચી લીધો. તે કોઈપણ ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આ નકલી ડોક્ટર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂ. ૨૭ હજારની એલોપેથિક દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. અમરેલી એસઓજી ટીમે બાતમીના આધારે રેડ પાડતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.




