મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વડાલીમાં પ્રેમલગ્ન મુદ્દે બે પક્ષ સામસામે, પથ્થરમારો થતાં DySP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

વડાલીમાં પ્રેમ લગ્ન મુદ્દે બે સમાજ વચ્ચે ઉગ્ર બબાલ થતાં આ બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ

વડાલીમાં પ્રેમ લગ્ન મુદ્દે બે સમાજ વચ્ચે ઉગ્ર બબાલ થતાં આ બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા ડિવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવતી પક્ષના લોકોએ યુવકના મકાન પર પથ્થરમારો કરતાં ઘરને મોટું નુકસાન થયું હતું.  

 પ્રેમ લગ્ન કર્યા બાદ વિવાદ થયો હતો

સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ લગ્નના મામલે બે સમાજના જૂથો વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. એક સમાજના યુવકે બીજા સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ વિવાદ થયો હતો. યુવકનો પરિવાર યુવતીને સ્વીકારવા તૈયાર ન હોવાથી બંને સમાજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ પ્રવર્તી રહ્યો હતો. જે બાદ યુવતીના પરિવાર સહિતના લોકોએ યુવકના મકાન પર હુમલો કર્યો અને ભારે પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મકાનને મોટું નુકસાન થયું હતું. આ બબાલ એટલી ઉગ્ર બની કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  

આ સમાચાર શેર કરો