મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ધારીમાં લગ્નપ્રસંગ દરમિયાન રોટલી પીરસવા બાબતે બે જૂથ સામસામે, ટોળાં પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ

અમરેલીમાં ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ

સોર્સ: GSTV

અમરેલીમાં ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. લગ્નપ્રસંગમાં જમણવાર દરમિયાન રોટલી પીરસવાની બાબતે જાનૈયા અને માંડવીયા વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ અમરેલીના ચક્કરગઢ ગામેથી આવેલી જાન પછી મામલો વધુ વકર્યો હતો.

ઘટનામાં બંને ટોળાઓ વચ્ચે લાકડી અને પાઇપ વડે પરસ્પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ એક કારને ટોળા પર ચઢાવી દેવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ મારામારીમાં બંને પક્ષના મળી અંદાજે 15 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાંથી બે ઇજાગ્રસ્તોની તબિયત વધુ બગડતાં તેમને અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો