Video: જૂનાગઢના ધારાસભ્યને ધમકી આપનાર બે પકડાયા, મુખ્ય આરોપીને આફ્રિકાથી લાવવા તજવીજ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ખંડણી માંગવાના મામલે બે આરોપીની ધરપકડ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ખંડણી માંગવાના મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આફ્રિકાના કોંગોમાં રહેતા મુખ્ય આરોપીને આફ્રિકાથી લાવવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે.
બે આરોપીઓની ધરપકડ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ખંડણીની માંગી હતી અને જો ખંડણી ન આપે તો તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને અમદાવાદ તપાસ કરતા આરોપી રોનક રાજુભાઈ ઠાકોર તથા વેરાવળના ઇમરાન ઉર્ફે ઝોન નૂર મહંમદ સીમારીની ધરપકડ કરી લીધી છે.
મુખ્ય આરોપીને આફ્રિકાથી લાવવા તજવીજ
આ બંને આરોપીનો મિત્ર સમીર ગાલીફ રીંગબ્લોચ જે તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામનો છે અને હાલ આફ્રિકાના કોંગોમાં રહે છે આ શખ્સ ત્યાંથી ધારાસભ્યને સોશિયલ મીડિયા મારફતે મેસેજ કરી 35 લાખ રૂપિયાની ખંડણી માંગી રહ્યો હતો. જો કે તેને શા માટે ખંડણી માંગી હતી તે અંગેનું હજુ કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી. પોલીસે હાલ ઇમરાન ઉર્ફે ઝોન સીમારી અને રોનક ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે સમીર રીંગબોલ્ચની આફ્રિકાથી લાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.






