મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદ તાલુકો જળબંબાકાર: એક કલાકમાં અઢી ઈંચ વરસાદથી કમરડૂબ પાણી ભરાયા

આણંદ જિલ્લામાં સોમવારે બપોરે ધોધમાર વરસાદ પડયો હતો. આણંદ તાલુકામાં એક કલાકમાં જ અઢી ઇંચ વરસ

આણંદ જિલ્લામાં સોમવારે બપોરે ધોધમાર વરસાદ પડયો હતો. આણંદ તાલુકામાં એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. લોકો હાલાકીમાં મુકાઇ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઇ ગયા હતા. તારાપુરમાં બે ઇંચ, ખંભાત અને પેટલાદમાં પણ દોઢ ઇંચ, સોજિત્રામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા ત્યાં પણ પાણી ભરાઇ ગયા હતા.

નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાયા

લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ આજે બપોરના સુમારે વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાએ આણંદ જિલ્લામાં ધમાકેદાર બેટીંગ કરી હતી. જેમાં આણંદ તાલુકામાં બપોરના સુમારે એક કલાકમાં લગભગ અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ સ્થાનિકોને અનેક તકલીફોનો સમાનો કરવો પડયો હતો.

ઓરેન્જ એલર્ટ વચ્ચે આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં આજે બપોરના સુમારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને મેઘગર્જના તથા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. લગભગ એક કલાક સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા આણંદ શહેરના પૂર્વપટ્ટીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી અને ઈસ્માઈલનગરની વિવિધ સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી તથા જાહેર માર્ગો ઉપર કેડસમા પાણી ભરાઈ ગયા હતા. 

આ સમાચાર શેર કરો