મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં બે કૌભાંડીઓની આરોપીઓ ઝડપાયા

મહિસાગરમાં નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ બે કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક કો

સોર્સ: gstv

મહિસાગરમાં નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ બે કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક કોન્ટ્રાક્ટર અને એક તત્કાલીન કર્મચારીનો સમાવેશ થાય છે. આ સાથે 123 કરોડના આ ચકચારી કૌભાંડમાં કુલ ધરપકડનો આંકડો 58 પર પહોંચી ગયો છે. સીઆઈડી ક્રાઈમની આ કાર્યવાહીમાં પકડાયેલા તત્કાલીન વાસ્મો કર્મચારી હાર્દિકકુમાર પટેલ લુણાવાડા ખાતે ફરજ બજાવતા હતા, જેમણે પોતાના ખાતામાં લાંચના 6 લાખ 93 હજાર રૂપિયા લીધા હતા. આ ઉપરાંત, કૌભાંડી કોન્ટ્રાક્ટર સંજયકુમાર ગઢવીએ સંતરામપુરના 8, કડાણાના 2 અને લુણાવાડાના 3 ગામો સહિત કુલ 13 ગામોમાં ગેરરીતિ આચરી હતી. આ કોન્ટ્રાક્ટર પાસેથી સરકારના રૂપિયા 1.83 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે. વડાપ્રધાનના મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ પર તત્કાલીન વાસ્મો અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સરપંચોએ મળીને પાણી ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો