VIDEO: ડાકોર સહિત રાજ્યભરમાં તુલસી વિવાહની કરાઈ રંગેચંગે ઉજવણી
કારતક સુદ અગિયારસ અર્થાત દેવઉઠી એકાદશી એટલે કે આ દિવસથી શુભ, મંગલ કાર્યોના પ્રારંભ થાય છે. ત્યારે આજે યાત્રાધામ ડાકોર સહિત
કારતક સુદ અગિયારસ અર્થાત દેવઉઠી એકાદશી એટલે કે આ દિવસથી શુભ, મંગલ કાર્યોના પ્રારંભ થાય છે. ત્યારે આજે યાત્રાધામ ડાકોર સહિત રાજ્યભરમાં તુલસી વિવાહની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય આતશબાજી સાથે ભગવાનને ઘોડા ઉપર બીરાજમાન કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અસંખ્ય ભક્તોની હાજરીમાં આ વિવાહ સંપન્ન થયા હતા.
ગોંડલમાં તુલસી વિવાહના કાર્યક્રમમાં CMએ હાજરી આપી
સમગ્ર રાજ્યમાં દેવઉઠી એકાદશી પર તુલસી વિવાહનું આયોજન થાય છે. ત્યારે ગોંડલમાં આયોજિત તુલસી વિવાહના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા હતા. ઠાકોરજીની આરતી ઉતારીને વરઘોડામાં જોડાયા હતા.
શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી
યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીનો ચાંદીના રથમાં વાજતે ગાજતે વરઘોડો યોજાયો હતો. ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા. મંદિર પરીસરમાં વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનની લગ્ન વિધિ કરવામાં આવી હતી. ભગવાન શામળિયાને આજે અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.
તુલસી વિવાહનું મહત્ત્વ
હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ અનેરું મહત્ત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ ભગવાનના તુલસી મા સાથે દેવ દિવાળીના દિવસે લગ્ન થયા છે. જેથી દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.






