મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: TRP ગેમ ઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથીએ પીડિત પરિવારોની લોકોને અપીલ, કોંગ્રેસનું બંધનું એલાન

TRP ગેમ ઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથીએ કોંગ્રેસના 25મીએ રાજકોટ બંધના એલાન

TRP ગેમ ઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથીએ કોંગ્રેસના 25મીએ રાજકોટ બંધના એલાનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કર્યા બાદ હવે પીડિત પરિવારો પણ રાજકોટ બંધમાં જોડાવાના છે. TRP ગેમ્સ ઝોન અગ્નિ કાંડ મામલે પીડિત પરિવારના સદસ્યો બહુમાળી ભવન ચોકમાં એકત્ર થયા હતા. 

કોંગ્રેસ દ્વારા પીડિતોને ન્યાય અપાવવા 25 મીએ રાજકોટ બંધના એલાનને લઈને હવે પીડિત પરિવાર રસ્તા પર આવ્યા છે. જેમાં જવાબદાર સામે કાર્યવાહી અને ન્યાયની માંગણી સાથે અલગ અલગ બેનરો સાથે પીડિત પરિવાર દ્વારા લોકોને આ બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. પરિવારોએ સીટ સમિતિ પર પણ સવાલો ઊભા કર્યા હતા. પીડિત પરિવારએ કહ્યું જવાબદાર મોટા અધિકારીઓ અને રાજકીય આગેવાનો પર કેમ કોઈ કાર્યવાહી નહીં.  

આ સિવાય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધમાં જોડાવા અપીલ કરાઈ છે. દરેક વેપારી એસોસિએશનને સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાવા અપીલ કરાઈ છે. 
બપોર સુધી બંધમાં જોડાવા માટે વેપારી એસોસિએશને અપીલ કરી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથીએ કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે. 

NSUI એ શાળા સંચાલકોને બંધમાં જોડાવા અપીલ કરી છે. જ્યાં ધોરણ ૧૦ અને ૧૨ની પુરક પરીક્ષા છે ત્યાં કોંગ્રેસ કોઇ વિક્ષેપ નહિ પહોંચાડે. અન્ય શાળા સંચાલકોએ બંધમાં જોડાવા બાંહેધરી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો