મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાના સતસલાણામાં પાણીના પ્રવાહમાં ટ્રેકટર તણાયું, શખ્સનો આબાદ બચાવ

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મહેસાણાના સતલાસણા પાસે પાણીના ભારે પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હતું.

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મહેસાણાના સતલાસણા પાસે પાણીના ભારે પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હતું. ધરોઈ થી હડોલ જતા ડીપ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જોકે આ ઘટનામાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઈ હતી. 

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ચારેય જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. 

ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ 

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ સમાચાર શેર કરો