VIDEO: રાજ્યના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ, ડાંગ અને દાહોદમાં સાંબેલાધાર
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (બીજી સપ્ટેમ્
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 3.62 ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
ચાર દિવસના વિરામ બાદ ડાંગ જિલ્લામાં ફરીવાર વરસાદી માહોલ છવાયો છે. ડાંગના આહવા, વઘઈ, સુબિર સહિત સાપુતારાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ફરીવાર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.વઘઈમાં વહેલી સવારે 6થી 8 દરમિયાન 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.વઘઈના ઝાવડા, ડુંગરડા , કાલીબેલમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો
દાહોદ જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. જીલ્લાના દાહોદ, ઝાલોદ, ફતેપુરા,સંજેલી સહિત જિલ્લામાં વરસાદ પડ્યો હતો.રાત્રી દરમિયાન પડેલા વરસાદનો લોકોએ આનંદ માણયો હતો.આ સ્થિતિના કારણે સંજેલી, ફતેપુરાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારેથી અતિબારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર (બીજી સપ્ટેમ્બર) ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (બીજી સપ્ટેમ્બર) ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.








