મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ડ્રગ ઈન્સ્પેક્ટર પેપર લીકમાં ટોપ રેન્કર ઋતુજા પાટીલની ધરપકડ, પ્રશ્નપત્ર માટે 50 લાખ ચૂકવ્યા

મુંબઈ પોલીસે મંગળવારે મહારાષ્ટ્ર પબ્લિક સવસ કમિશન (એમપ

તસવીર: gstv

 મુંબઈ પોલીસે મંગળવારે મહારાષ્ટ્ર પબ્લિક સવસ કમિશન (એમપીએસસી) ડ્રગ ઇન્સ્પેક્ટર (ગ્પ-બી) પરીક્ષાના પેપર લીક કેસમાં સાતમો ક્રમ મેળવનાર  ઉમેદવાર  ઋતુજા પાટીલની ધરપકડ કરી હતી. આમ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા સાત થઈ ગઈ છે.  ઋતુજાએ તેની બહેનપણીને વ્હોટસ એપ ચેટમાં કહ્યું હતું કે મેં પેપર માટે ૫૦ લાખ રુપિયા આપ્યા છે. ઋતુજાને પરીક્ષા પહેલા લીક થયેલ પ્રશ્નપત્ર મળ્યું હતું. તેને શંકા ટાળવા માટે  જાણી જોઈને ૧૦  પ્રશ્નોના ખોટા જવાબ આપવાની સલાહ આપવામાં આવી હતી. ઋતુજા સાથે બ્રેક અપ થયા બાદ તેના બોયફ્રેન્ડે પેપર લીક થયાની માહિતી સત્તાવાળાઓને આપી દેતાં આ સમગ્ર પેપરલીક કાંડ પરથી પડદો ઉંચકાયો હતો.

નંદુરબારથી ઋતુજા પાટિલને  કસ્ટડીમાં લેવામાં આવી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ દ્વારા નંદુરબારથી ઋતુજા પાટિલને  કસ્ટડીમાં લેવામાં આવી હતી.  તેને  કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલી હતી.ક્રાઈમ બ્રાન્ચે ૨૨  માર્ચે લેવાયેલી ડ્રગ ઇન્સ્પેક્ટર ( ગૂ્રપ -બી)  પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના મામલામાં  ગયા અઠવાડિયે એમપીએસસીના ત્રણ અધિકારીઓ સહિત છ લોકોની ધરપકડ કરી હતી.

  ઋતુજા પાટીલ ઉપરાંત અન્ય આરોપીઓની ઓળખ એમપીએસસી  આસિસ્ટન્ટ  સેક્શન ઓફિસર વિશ્વેશ્વર દત્તાત્રય નકાટે અને ગોપાલ ભટ્ટુ મરાઠે, એમપીએસસી  અંડર સેક્રેટરી અભિજિત ગણપતરાવ લેંડવે, નંદુરબારમાં કૌટિલ્ય એકેડમીના ડિરેક્ટર પ્રવિણ દિલીપ પાટીલ અને કથિત સહ કાવતરાખોર અમૃત નામદેવ પાટીલ અને રાજેશ પાટીલ તરીકે કરવામાં આવી છે.     પરીક્ષા પ્રક્રિયાની ગુપ્તતામાં ભંગ થયો હોવાની પ્રાથમિક તપાસ બાદ એમપીએસસીએ ભરતી પ્રક્રિયા રદ કરી અને નવી પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી.     આ ભરતી પ્રક્રિયા ૨૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવેલી જાહેરાત દ્વારા શરૃ કરવામાં આવી હતી. આ વર્ષે ૨૨ માર્ચે મહારાષ્ટ્રના છ વિભાગીય મુખ્યાલયો પર સ્ક્રીનીંગ પરીક્ષા ઓફલાઇન લેવામાં આવી હતી. પરીક્ષાનું પરિણામ ૧૨  જૂને જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ૫૦૬  ઉમેદવારો ઇન્ટરવ્યુ તબક્કા માટે લાયક હોવાનું  જાહેર કરાયું હતું.

આ સમાચાર શેર કરો