મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: તિથલનો દરિયાકિનારો પર્યટકોથી ઉભરાયો, બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય

દિવાળીના વેકેશનમાં ફરવા જવાના આયોજન વચ્ચે દક્ષિણ ગુજરાતનો તિથલ દરિયાકિનારો પર્યટકો માટે બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન તરીકે

દિવાળીના વેકેશનમાં ફરવા જવાના આયોજન વચ્ચે દક્ષિણ ગુજરાતનો તિથલ દરિયાકિનારો પર્યટકો માટે બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય બની રહ્યો છે. તિથલના દરિયા કિનારે રમણીય નજારો, લાઈટ હાઉસ, સ્વામિનારાયણ મંદિર અને સાઈબાબા મંદિર પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ખાણીપીણીના સ્ટોલ્સ પણ બજેટ ફ્રેન્ડલી હોવાથી દરેક વર્ગના લોકો માટે મનગમતી વાનગીઓ ઉપલબ્ધ છે.તિથલ દરિયા કિનારેથી નજીકમાં આવેલ ભાલનેરા ડુંગર, વૈષ્ણોદેવી મંદિર અને દમણ જેવા સ્થળોની મુલાકાત પણ લઈ શકાય છે. આ રીતે વલસાડનો તિથલ દરિયાકિનારો હવે દક્ષિણ ગુજરાતનું પ્રિય બજેટ ટૂરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે.

આ સમાચાર શેર કરો