VIDEO: નર્મદા/ આઠ વર્ષથી તંત્રના ઠાલા વચનોથી કંટાળીને બે વ્યક્તિ ચઢ્યા મોબાઈલ ટાવર પર, જાણો સમગ્ર મામલો
સરદાર સરદાર યોજનાના અસગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માંગણી
સરદાર સરદાર યોજનાના અસગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માંગણીઓ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડેલી છે. ત્યારે નર્મદા જીલ્લાના નવાગામ લીમડી અને ચિચડીયાના વ્યક્તિઓએ મોબાઇલ ટાવર પર ચડી જઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં એક મહિલા અને યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
બંને મોબાઇલ ટાવર પર ચડી જઇ પોતાની માંગણીઓ રજૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા લાંબા સમયથી સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોના પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેથી આજે બે અસરગ્રસ્ત દિનેશ તડવી (ચિચડીયા) અને બબીતા તડવી (નવા ગામ લીમડી) બંને મોબાઇલ ટાવર પર ચડી જઇ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો: કડી: અલ્પાઇન કંપનીમાં શ્રમિકનું શંકાસ્પદ મોત, પોલીસ તપાસમાં સામે આવશે હત્યા કે આત્મહત્યા
આ ઘટનાને પગલે તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો
આ ઘટનાને પગલે તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તેમને મનાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બંને વ્યક્તિઓએ પોતાની માંગણી મુદ્દે કહ્યું હતું કે આઠ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં અમારી માંગણીઓ સંતોષાઇ નથી. જો અમારી માંગણીઓ સંતોષાશે નહી તો અમે ટાવર પરથી ઉતરીશું નહી.






