VIDEO: દ્વારકામાં શ્રમિક પરિવારના ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા, બેના કરૂણ મોત
દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે. ધાર્મિક કાર્
દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે. ધાર્મિક કાર્યક્રમમાં રમકડાં વેચવા આવેલા શ્રમિક પરિવારના ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા હતા, જેમાં 12 વર્ષીય રાજીવ અને 10 વર્ષીય અજયનું મૃત્યુ થયું છે. અન્ય એક બાળકને ગંભીર હાલતમાં જામનગર હોસ્પિટલ ખસેડાયો છે. મૃતક બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાથી શ્રમિક પરિવારમાં ભારે શોક અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.







