Video: પાટણમાં પાણીની ટાંકીમાં લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ, મોટી હોનારત થવાની ભીતિ
પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટમાં બે દાયકા પહેલાં ઉભી કરાયેલી દસ લાખ લીટર ક્ષમતા ધરાવતી પ
પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટમાં બે દાયકા પહેલાં ઉભી કરાયેલી દસ લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાં લીકેજ સર્જાયું છે. લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ ટાંકી એસ.એસ.ડબલ્યુ P-1 યોજના અંતર્ગત બનાવવામાં આવી હતી. ઉપરાંત બીજી બનાવવામાં આવેલી ટાંકી પણ ફેલ થઈ જવાને કારણે હાલ બંધ હાલતમાં છે. હાલમાં શહેરમાં એક વખત પાણી પુરવઠો આપવામાં આવતા અન્ય ટાંકીના સંપનું પાણી બેક મારતા આ ટાંકીમાં લીકેજ વધુ વધ્યું છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આ ટાંકી જોખમી સાબિત થઈ શકે છે.








