VIDEO: રાજકોટમાં ચોરી કરનાર તસ્કરોએ વૃદ્ધ પર હુમલો કર્યો, પછી ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગયા અને...
રાજકોટમાં ચોરી કરનાર આરોપીએ વૃદ્ધની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. તેમાં ખુલાસો થયો છે કે ચોરી કરવા આવેલા તસ્કરોએ જ
રાજકોટમાં ચોરી કરનાર આરોપીએ વૃદ્ધની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. તેમાં ખુલાસો થયો છે કે ચોરી કરવા આવેલા તસ્કરોએ જ વૃદ્ઘની ઘાતકી હત્યા કરી હતી. ચોરી કરવા તસ્કરો હથિયાર લઈને નીકળ્યા હતા. રાજકોટના કોઠારીયાના જયરામનગરમાં રાત્રિના 2 વાગ્યાની આસપાસ 4 તસ્કરો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા, તે સમયે વૃદ્ધ જાગી ગયા હતા, તેમણે તસ્કરો સાથે ઝપાઝપી કરી હતી.
આરોપીઓ જ વૃદ્ધને રીક્ષામાં બેસાડીને લઈ ગયા હોસ્પિટલ
તસ્કરોએ તેમને હથિયારના તિક્ષ્ણ ઘા પણ માર્યા હતા. આરોપીઓ વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં જ હોસ્પિટલ લઈને ગયા હતા. સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઈ હતી. આરોપીઓ રીક્ષા લઈને ચોરી કરવા આવ્યા હતા.
આરોપીઓ CCTV ના DVR પણ લઈ ગયા
4 જેટલા આરોપીઓ પોલીસ દ્વારા CCTVમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આરોપીઓ CCTV ના DVR પણ લઈ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.






