મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં દુધાળા પશુની ચોરીથી પશુપાલકોમાં ફફડાટ, ચોરોના આંટાફેરા CCTVમાં થયા કેદ

ભાવનગરના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોનો ભારે તરખાટ જોવા મળી રહ્યો છે. હજુ ત્રણ દિવસ પ

ભાવનગરના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોનો ભારે તરખાટ જોવા મળી રહ્યો છે. હજુ ત્રણ દિવસ પહેલા તાલુકાના હડમતાળા ગામે એક સાથે પાંચથી વધુ ઘરોમાં ઘરફોડ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે ચોર ટોળકીનો ત્રાસ હોવાના C.C.T.V ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો : અંજાર: મહિલાની આંખમાં મરચું નાખી લૂંટ મચાવનાર શખ્સ ઝડપાયો

સામાન્ય રીતે ચોર ટોળકીઓ સોના ચાંદીના દાગીના કે રોકડ પૈસાની ચોરી કરતા હોય છે, પરંતુ ઉમરાળાના ગ્રામીણ વિસ્તારમાંથી ચોર ટોળકી દ્વારા અબોલ પશુની ચોરી કરવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં દુધાળા પશુના સહારે જીવન વ્યતિત કરતા પશુ પાલકો અને માલધારીઓના બકરા, ગાય અને ભેંસ જેવા પશુઓની ચોરી થતી હોવાથી પશુપાલકોમાં રાડ પડી છે તેમજ ફફડાટ પણ ફેલાયો છે. કડકડતી ઠંડીમાં પણ પશુ મલિકો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. સીસીટીવી વિડિઓ 5 દિવસ પહેલાના છે, જેમાં ચોર ટોળકી ચોરી કરવાનો મકાન બહાર પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો