અંજાર: મહિલાની આંખમાં મરચું નાખી લૂંટ મચાવનાર શખ્સ ઝડપાયો
કચ્છમાં લૂંટની ઘટનાને અંજામ આપનારા શખ્સને પોલીસની ભારે જહેમત બાદ ઝડપી પડાયો છે. કચ્છ જિલ્લાના અંજારમાં એક શખ્સ

કચ્છમાં લૂંટની ઘટનાને અંજામ આપનારા શખ્સને પોલીસની ભારે જહેમત બાદ ઝડપી પડાયો છે. કચ્છ જિલ્લાના અંજારમાં એક શખ્સે મહિલાની આંખમાં મરચું નાખી રોકડ અને દાગીનાની લુંટ કરી હતી. જેને પગલે પોલીસ દ્વારા અઢળક સીસીટીવીના ડેટાને ચેક કરી આખરે આરોપીને ઝડપી પડાયો છે.
મહિલાની આંખમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો
અંજારના વિસ્તારમાં આરોપીએ સ્ત્રીનો વેશ ધારણ કરી મહિલાની આંખમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં મહિલા પાસેથી સોનાની ચેઇન તથા રોકડની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો : અંબાજી નજીક પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે કરી 7 આરોપીઓની ધરપકડ
લૂંટનો ભોગ બનનાર મહિલાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે બાતમીના આધારે પોલીસે આરોપી ભરત પટેલને ગાંધીધામ રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડ્યો હતો. આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે 198 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા. તેમજ પોલીસે 900 GB જેટલો બેકઅપ ડેટા મેળવી એનાલીસીસ કર્યું હતું.





