મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંબાજી નજીક પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે કરી 7 આરોપીઓની ધરપકડ

બનાસકાંઠામાં તાજેતરમાં બનેલી કોટેશ્વરની પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છ

અંબાજી નજીક પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે કરી 7 આરોપીઓની ધરપકડ

બનાસકાંઠામાં તાજેતરમાં બનેલી કોટેશ્વરની પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું પહાડી વિસ્તાર વચ્ચે આવેલું શક્તિપીઠ છે. અંબાજી શક્તિપીઠની બંને તરફ રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી છે. આ વિસ્તારમાં સૌથી વધુ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.

છેલ્લા બે ત્રણ મહિનાથી અંબાજી આસપાસના વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટનાઓ બનવા પામી છે, ત્યારે અંબાજી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી પથ્થરમારો અને લૂંટ કરતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં કોટેશ્વર નજીક કેટલાક વાહનો ઉપર પથ્થરમારો કરનારા આરોપીઓ અંબાજી પોલીસે પકડી પાડ્યા છે અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. આ અગાઉ પાંસા રોડ ઉપર ત્રણ લક્ઝરી બસ ઉપર પથ્થર મારા કરનારા આરોપીઓ સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં વિભાજન બાદ ત્રણ તાલુકામાં વિરોધ હજુ પણ યથાવત

અંબાજી અને આજુબાજુના જાહેર માર્ગ ઉપર બનતી પથ્થર મારવાની ઘટનાને લઈને અંબાજી પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. ઘણા સમયથી બનતી પથ્થરમારાની ઘટનાને લઈને અંબાજી પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ટીમો બનાવીને પથ્થર મારો કરનારા અસામાજીક તત્વોને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. ત્યારે અંબાજી પોલીસે કોટેશ્વરમાં પથ્થરમારો કરનારા સાત આરોપીઓને ઝડપ્યા હતા. તમામ આરોપીઓને અંબાજી પોલીસ સ્ટેશન લાવીને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અપરાધીઓમાં ડર અને આમજનોમાં વિશ્વાસના ઉદ્દેશ્યને લઈને અંબાજી પોલીસે પથ્થર મારો કરતા ઈસમોને પકડી જાહેર રસ્તાઓમાં તેમનું સરઘસ કાઢયુ હતું. ત્રણ આરોપીઓ ઉંમરમાં નાના હોઈ તેમને પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. અગાઉ પણ પથ્થર મારો કરનારા આરોપીઓ સામે પોલીસે લાલ આંખ કરીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ મામલે દાંતા ડિવિઝનના પોલીસ અધિકારી આઈપીએસ સુમન નાલાએ જણાવ્યું હતું કે આવા આરોપીઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે અને હેજ સ્ટેગ દ્વારા 007 અને 0047 નામનો ઉલ્લેખ કરીને લોકોમાં ડર ઉત્પન્ન કરી રહ્યા છે. જેનાથી લોકોએ ડરવું જોઈએ નહીં અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો